બોટાદના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક સ્પેસ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની અંદાજે 22 શાળાઓના 411 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ક્વિઝમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત માટેના વાઉચર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 મિશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય અવકાશ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપકભાઈ ચૌહાણ, ડિરેક્ટર માધવસ્વરૂપદાસજી સ્વામી અને સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર હરપાલભાઈ સોલંકી, ઇન્ચાર્જ પ્રતાપભાઈ સોલંકી અને આઈ.પી. તથા ઇનોવેશન લેબના આઈ.પી. ઓફિસર ક્રિષ્નાબેન કળથીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી
ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
-
01General
બોટાદમાં ભાવનગર નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસનો ચક્કાજામ
-
02General
બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા
-
03General
ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
-
04General
બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી
शहर के लाइव समाचार
स्थानीय सेवाएं, आपातकालीन हेल्पलाइन, ताज़ा समाचार, नागरिक वीडियो और रील्स एक ही जगह पाएं।
General
બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા
બોટાદના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક સ્પેસ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની અંદાજે 22 શાળાઓના 411 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ક્વિઝમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત માટેના વાઉચર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 મિશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય અવકાશ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપકભાઈ ચૌહાણ, ડિરેક્ટર માધવસ્વરૂપદાસજી સ્વામી અને સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર હરપાલભાઈ સોલંકી, ઇન્ચાર્જ પ્રતાપભાઈ સોલંકી અને આઈ.પી. તથા ઇનોવેશન લેબના આઈ.પી. ઓફિસર ક્રિષ્નાબેન કળથીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
General
બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી
બોટાદના દિનદયાળ ચોક પાસે જિલ્લા ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ટ્રાફિક પોલીસના PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ શંકાસ્પદ બાઈકને રોક્યું હતું.પોલીસની પૂછપરછ અને બાઈકની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાઈક પર લગાવેલી નંબર પ્લેટ નકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઈક ચાલક સીઝનબાબા આસીફભાઈ શેખની અટકાયત કરી હતી અને બાઈક કબજે લીધું હતું.આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
General
ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.શ્રાવણ માસ દરમિયાન, ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ પ્રકારના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. આ હિંડોળાને રંગબેરંગી ફૂલો અને અન્ય સુશોભન સામગ્રીથી શણગારવામાં આવે છે.મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે. ભક્તો ભગવાન ગોપીનાથજીના હિંડોળા દર્શનનો લાભ લઈ રહ્યા છે, જે તેમના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગઢડા ગોપીનાથજી મંદિરે યોજાતા આ હિંડોળા દર્શન ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે.
General
બોટાદમાં ભાવનગર નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસનો ચક્કાજામ
બોટાદમાં ભાવનગરના કથિત નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના હવેલી ચોક વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે બોટાદ શહેર તેમજ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા હતા અને દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી.ચક્કાજામના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં નહીં આવે અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
शहर की ग्राउंड रिपोर्ट और वीडियो कवरेज देखें
અમર સેતુ
અમર સેતુ
બો
सिटी शॉर्ट्स व लघु वीडियो
शहर के खास पलों की ताज़ा रील्स
क्या शहर में नई 24x7 स्मार्ट बस व मेट्रो कनेक्टिविटी से ट्रैफ़िक जाम में 50% कमी आएगी?
24x7 आपातकालीन एवं नागरिक सहायता नंबर
24x7 LIVEDirect one-tap emergency response numbers for immediate citizen assistance.
प्रमाणित स्थानीय व्यापार
आपके आस-पास के सर्वश्रेष्ठ स्वास्थ्य केंद्र, रेस्टोरेंट और सेवाएं
क्या शहर में आपका कोई व्यवसाय या दुकान है?
सिटी समाचार कनेक्ट पर अपनी दुकान या सेवा मुफ्त में लिस्ट करें और हजारों स्थानीय ग्राहकों तक पहुंचें।