15 Oct 2026
સેન્ટ્રલ સિટી આવૃત્તિ
29°C Partly Sunny • AQI 45
લાઇવ ફ્લેશ
બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા  •  ⚡   બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી  •  ⚡   ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
સમાચાર
Sponsored Ad botad
botad
Learn More
બધા સમાચારો શહેરના વિડિઓઝ રીલ્સ ડિરેક્ટરી
બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા
General Aug 23, 2026

બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા

બોટાદના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક સ્પેસ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની અંદાજે 22 શાળાઓના 411 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ક્વિઝમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત માટેના વાઉચર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 મિશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય અવકાશ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપકભાઈ ચૌહાણ, ડિરેક્ટર માધવસ્વરૂપદાસજી સ્વામી અને સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર હરપાલભાઈ સોલંકી, ઇન્ચાર્જ પ્રતાપભાઈ સોલંકી અને આઈ.પી. તથા ઇનોવેશન લેબના આઈ.પી. ઓફિસર ક્રિષ્નાબેન કળથીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

સિટી સમાચાર ડેસ્ક 16 વ્યુઝ
સંપૂર્ણ સમાચાર વાંચો
બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી
General

બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી

Aug 23, 2026 2
ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
General

ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે

Aug 23, 2026 4

શહેરના તાજા સમાચાર

સ્થાનિક સેવાઓ, ઇમરજન્સી હેલ્પલાઇન, તાજા સમાચાર, વિડિઓ અને રીલ્સ એક જ જગ્યાએ મેળવો.

સમાચાર
બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા General

બોટાદમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ:સ્પેસ ક્વિઝના વિજેતાઓને સાયન્સ સિટીના વાઉચર મળ્યા

બોટાદના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક સ્પેસ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની અંદાજે 22 શાળાઓના 411 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ક્વિઝમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત માટેના વાઉચર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ચંદ્રયાન-3 મિશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય અવકાશ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દીપકભાઈ ચૌહાણ, ડિરેક્ટર માધવસ્વરૂપદાસજી સ્વામી અને સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર હરપાલભાઈ સોલંકી, ઇન્ચાર્જ પ્રતાપભાઈ સોલંકી અને આઈ.પી. તથા ઇનોવેશન લેબના આઈ.પી. ઓફિસર ક્રિષ્નાબેન કળથીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Aug 23, 2026 16 વ્યુઝ
બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી General

બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી

બોટાદના દિનદયાળ ચોક પાસે જિલ્લા ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ટ્રાફિક પોલીસના PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ શંકાસ્પદ બાઈકને રોક્યું હતું.પોલીસની પૂછપરછ અને બાઈકની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાઈક પર લગાવેલી નંબર પ્લેટ નકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઈક ચાલક સીઝનબાબા આસીફભાઈ શેખની અટકાયત કરી હતી અને બાઈક કબજે લીધું હતું.આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Aug 23, 2026 2 વ્યુઝ
ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે General

ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે

બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.શ્રાવણ માસ દરમિયાન, ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ પ્રકારના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. આ હિંડોળાને રંગબેરંગી ફૂલો અને અન્ય સુશોભન સામગ્રીથી શણગારવામાં આવે છે.મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે. ભક્તો ભગવાન ગોપીનાથજીના હિંડોળા દર્શનનો લાભ લઈ રહ્યા છે, જે તેમના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગઢડા ગોપીનાથજી મંદિરે યોજાતા આ હિંડોળા દર્શન ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે.

Aug 23, 2026 4 વ્યુઝ
બોટાદમાં ભાવનગર નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસનો ચક્કાજામ General

બોટાદમાં ભાવનગર નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસનો ચક્કાજામ

બોટાદમાં ભાવનગરના કથિત નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના હવેલી ચોક વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે બોટાદ શહેર તેમજ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા હતા અને દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી.ચક્કાજામના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં નહીં આવે અને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Aug 21, 2026 53 વ્યુઝ
સિટી કનેક્ટ ટીવી અને વિડિઓ બુલેટિન

શહેરના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને વિડિઓઝ જુઓ

વિડિઓ
મુખ્ય સમાચારો 2 વિડિઓ
અમર સેતુ Video

અમર સેતુ

8 Aug 24, 2026
બો Video

બો

20 Aug 21, 2026

સિટી શોર્ટ્સ અને લઘુ વાર્તાઓ

શહેરની રસપ્રદ ક્ષણોની વર્ટિકલ રીલ્સ

રીલ્સ
નાગરિક જનમત અને દૈનિક પોલ

શું શહેરમાં નવી 24x7 સ્માર્ટ બસ અને મેટ્રો કનેક્ટિવિટીથી ટ્રાફિક જામમાં 50% ઘટાડો થશે?

24x7 ઇમરજન્સી અને નાગરિક હેલ્પલાઇન

24x7 LIVE

Direct one-tap emergency response numbers for immediate citizen assistance.

વેરિફાઇડ સ્થાનિક વ્યવસાયો

તમારા વિસ્તારના શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રો, રેસ્ટોરન્ટ અને સ્ટોર્સ

ડિરેક્ટરી
અંકુર હોસ્પિટલ Other 5.0 Video

અંકુર હોસ્પિટલ

એક ગામમાં રાહુલ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા રોજ પોતાની જૂની સાયકલ પર કામે જતા. રાહુલને એ સાયકલથી શરમ આવતી. એક દિવસ તેણે ગુસ્સામાં કહ્યું, "પપ્પા, આ ભંગાર સાયકલ લઈને બહાર ન નીકળતા." પિતાએ કંઈ કહ્યું નહીં... ફક્ત હસ્યા. થોડા દિવસ પછી પિતાનો અકસ્માત થયો. હોસ્પિટલમાં રાહુલને ખબર પડી કે એ જ જૂની સાયકલ પર બેસીને તેના પિતા વર્ષો સુધી મહેનત કરતા રહ્યા, જેથી તે સારા સ્કૂલમાં ભણી શકે. ઘરે આવીને રાહુલે એ સાયકલ સાફ કરી, રંગ કરાવ્યો અને તેના પર એક નાની પ્લેટ લગાવી.

ok

gajendra bhai પ્રેસ મીડીયા 4.8

gajendra bhai

સમાચાર તેમજ જાહેરાત માટે કોન્ટેક કરો - ૯૭૩૭૨૧૨૬૧૨ સમાચાર તેમજ જાહેરાત માટે કોન્ટેક કરો - ૯૭૩૭૨૧૨૬૧૨

botad

શું તમારો શહેરમાં વ્યવસાય કે દુકાન છે?

સિટી સમાચાર કનેક્ટ પર મફતમાં તમારો વ્યવસાય લિસ્ટ કરો અને હજારો સ્થાનિક ગ્રાહકો સુધી પહોંચો.

હમણાં વ્યવસાય ઉમેરો